NGES ને મળ્યું ISO 21001:2018 પ્રમાણપત્ર, શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ગૌરવ
પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) છેલ્લા 67 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સંસ્કાર સાથે અગ્રેસર રહેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) ને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતું પ્રતિષ્ઠિત ISO 21001:2018 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર એજ્યુકેશનલ ઓર
NGES ને મળ્યું ISO 21001:2018 પ્રમાણપત્ર, શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ગૌરવ


પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) છેલ્લા 67 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સંસ્કાર સાથે અગ્રેસર રહેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) ને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતું પ્રતિષ્ઠિત ISO 21001:2018 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર એજ્યુકેશનલ ઓર્ગેનાઈઝેશન મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટેની ઉચ્ચ કક્ષાની માન્યતા દર્શાવે છે, જે NGES ને વૈશ્વિક સ્તરે ગૌરવ આપે છે.

NGES હેઠળ હાલ 10 કોલેજો અને 3 શાળાઓ કાર્યરત છે. સંસ્થા માત્ર શૈક્ષણિક શ્રેષ્ઠતાનું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં જીવનકૌશલ્ય, સંસ્કાર અને સર્વાંગી વિકાસના ઘડતર માટે પણ પ્રતિબદ્ધ છે. NGES ના ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, ISO પ્રમાણપત્ર મળવું એ સંસ્થાના મૂલ્યો અને શિક્ષણ પ્રત્યેના સંકલ્પનો સાક્ષી છે.

આ સિદ્ધિથી NGES એ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, પર્યાવરણ જાગૃતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનો નવો ધોરણ ઊભો કર્યો છે. સંચાલિત તમામ શાળાઓ-કોલેજોના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સંકળાયેલા તમામ સભ્યો આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા પ્રતિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande