પોષણ માસ-૨૦૨૫ અંતર્ગત જામનગરમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો
જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ સુત્ર સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્
વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ


જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ સુત્ર સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે.

જામનગરમાં ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને ઘટક કક્ષાની ટેક હોમ રાશન અને મિલેટ્સ (શ્રીઅન્ન) માંથી તૈયાર વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વાનગી સ્પર્ધાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોમાં પરંપરાગત વાનગીઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા ટેક હોમ રાશન અને મિલેટ્સ, શ્રી અન્નમાંથી બનતી વાનગી થકી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ-દેશનું નિર્માણ કરવા એક પહેલના ભાગ રૂપે ‘‘પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા’’ નું ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગર તાલુકાના વિવિધ સેજાના ટેક હોમ રાશન અને મિલેટ્સ, શ્રી અન્નમાંથી બનતી વાનગીના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમના વિજેતાઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ટેકહોમ રાશન માંથી બનાવેલ વાનગીના ત્રણેય વિજેતાઓ અને મિલેટ્સ (શ્રી અન્ન) માંથી બનાવેલ વાનગીના ત્રણેય વિજેતાઓને ગીફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મહાનુભાવોએ THR અને શ્રીઅન્ન મિલેટ્સને લગતી વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ બાળ વિકાસ યોજના અધિકારી લાલપુર દ્વારા પોષણ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પોષણ-માહ અંગેના શપથ લીધા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ છગનભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, અધિકારીઓ, મુખ્ય સેવિકા, DC-DPA NNM સ્ટાફ, પી.એસ.ઇ., પુર્ણા કન્સલ્ટન્ટ વગેરે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ દ્વારા ઉપસ્થિત તમામને આવકારી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande