મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે જામજોધપુર નગરપાલિકા ખાતે સ્વચ્છતા કર્મીઓના સન્માન કરાયું
જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લામાં આવેલ જામજોધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે જામજોધપુર નગરપાલિકાના સભાહોલ ખાતે સ્વચ્છતા કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ
સફાઈકર્મીઓનું સન્માન


જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લામાં આવેલ જામજોધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે જામજોધપુર નગરપાલિકાના સભાહોલ ખાતે સ્વચ્છતા કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, ડોર-ટુ-ડોરના ડ્રાઈવરો, ભૂગર્ભ શાખાના કર્મચારીઓ, તમામ સુપરવાઈઝરો સહીત 27 જેટલા કર્મચારીઓને સ્વચ્છતા અંતર્ગત સારી કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande