પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નો સંપૂર્ણ વેરો ભરપાઈ કર્યો હશે એમને 8 ઑક્ટોબરથી ડસ્ટબિન વિતરણની શરૂઆત થશે
પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા તથા ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે શહેરીજનોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે. આ પહેલ 8 ઑક્ટોબરથી શરૂ થવાની છે. હાલ નગરપાલિકાને 56,000 ડસ્ટબિનનો જથ્થો મળી ગયો છે અને ટૂંક સમ
પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નો સંપૂર્ણ વેરો ભરપાઈ કર્યો હશે એમને  8 ઑક્ટોબરથી ડસ્ટબિન વિતરણની શરૂઆત


પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા તથા ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે શહેરીજનોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે. આ પહેલ 8 ઑક્ટોબરથી શરૂ થવાની છે. હાલ નગરપાલિકાને 56,000 ડસ્ટબિનનો જથ્થો મળી ગયો છે અને ટૂંક સમયમાં તેનો વિતરણ શરૂ કરવામાં આવશે.

નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું કે જે શહેરીજનોએ વર્ષ 2025-26નો સંપૂર્ણ વેરો ભરપાઈ કર્યો હશે, તેમને જ આ ડસ્ટબિન આપવામાં આવશે. વેરાની પાવતી રજૂ કરનારને ડસ્ટબિન મળશે, જ્યારે ઓનલાઇન વેરો ભરનારોએ વેરા શાખામાંથી સિક્કો કરાવવો પડશે.

આ ડસ્ટબિન સૂકો કચરો (Dry Waste) અને ભીનો કચરો (Wet Waste) અલગ રાખવાના હેતુસર આપવામાં આવશે. કચરાના સ્ત્રોત પર જ વિભાજન થવા માટે આ પગલું સ્વચ્છ ભારત મિશન હેઠળ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલ પાટણ શહેરને વધુ સ્વચ્છ બનાવવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande