જામનગરમાં પોલીસ-રાજપૂત સમાજે પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું: SP, ધારાસભ્ય સહિત અગ્રણીઓ જોડાયા
જામનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં વિજયાદશમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા અને રાજપૂત સમાજ દ્વારા અલગ-અલગ શસ્ત્રપૂજન કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બંને કાર્યક્રમોમાં મ
શસ્ત્રપૂજન


જામનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગરમાં વિજયાદશમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા અને રાજપૂત સમાજ દ્વારા અલગ-અલગ શસ્ત્રપૂજન કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા શસ્ત્રપૂજન કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ દળમાં ઉપયોગી શસ્ત્રોને ગોઠવીને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરાઈ હતી. આ પરંપરા મુજબ દર વર્ષે વિજયાદશમી પર્વે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવે છે.

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, રાજેન્દ્ર દેવધા, વી.કે. પંડ્યા, એએસપી પ્રતિભા સહિત સીટી એ, સીટી બી, સીટી સી, એલસીબી, એસઓજીના સ્ટાફ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્રપૂજનની સાથે સાથે પોલીસ બેડામાં રહેલા અશ્વની પણ પૂજા કરવામાં આવી હતી અને તેને મીઠું મોઢું કરાવાયું હતું. બીજી તરફ, જામનગર રાજપૂત સેવા સમાજ અને જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા પણ વિજયાદશમી મહોત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જામનગર રાજપૂત સેવા સમાજ ક્રિકેટ બંગલા સામે યોજાયો હતો.

આ શસ્ત્રપૂજન કાર્યક્રમમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, નયનાબા જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પી.એસ. જાડેજા, જગદીશસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાળા સહિત રાજપૂત સમાજના ભાઈઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande