ઉધનામાં બીઆરટીએસ બસમાંથી વેપારીના 32 હજારના પર્સની ચોરી
સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.): શહેરના ઉધના વિસ્તારમાં બીઆરટીએસમાં મુસાફરી કરતા વેપારીને ખિસ્સામાંથી અજાણ્યા ચોર ઈસમો રૂપિયા 32000 લઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ
ઉધના પોલીસ


સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.): શહેરના ઉધના વિસ્તારમાં બીઆરટીએસમાં મુસાફરી કરતા વેપારીને ખિસ્સામાંથી અજાણ્યા ચોર ઈસમો રૂપિયા 32000 લઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ગોપીપુરા વિસ્તારમાં આગમ મંદિર પાસે જૂની અદાલતમાં રહેતા પ્રતિકભાઇ ધર્મેન્દ્રભાઈ ઝવેરી શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 25/9/2025 ના રોજ તેઓ સાંજે 7:00 વાગ્યાના અરસામાં ઉધના ખરવર નગર બીઆરટીએસ બસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને તેઓ બીઆરટીએસ બસમાં બેસી કામ અર્થે જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 32000 તથા કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ મૂકી રાખ્યા હતા. કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રતિક ભાઈની નજર ચૂકવી રોકડા રૂપિયા 32000 ભરેલું પર્સ ચોરી કરી લીધું હતું. જેમાં પ્રદીપભાઈની પત્નીના ડોક્યુમેન્ટ અને ક્લબનું મેમ્બરશીપ નું કાર્ડ પણ હતું. બનાવને પગલે આખરે કોઈ અજાણ્યા ચોર ઈસમે ભીડનો લાભ ઉઠાવી પ્રતિકભાઇનું પર્સ ચોરી કરી લેતા તેઓએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande