ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): કોડીનાર વિધાનસભાના દૂદાણા ગામમાં ₹25 લાખના ખર્ચે નિર્માણ થનારા “કૌશલ્ય વર્ધન કેન્દ્ર” નું ખાતમુહૂર્ત. આ પ્રસંગે ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાઝા તથા માજી સાંસદ દિનુ સોલંકી તથા સંગઠનના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં. આ કેન્દ્ર ગામના યુવાનોને નવી તકો, રોજગારી અને આત્મનિર્ભરતા તરફ દોરી જશે. તેઓ માજી સંસદ દિનુ સોલંકી એ જણાવ્યું હતું. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ રહેલા પ્રયત્નો ખરેખર પ્રશંસનીય છે. સરકારના આ પ્રકારના વિકાસકાર્યો ગામડાઓને નવી દિશા આપશે અને “સશક્ત યુવા – સશક્ત ભારત”ના સપનાને સાકાર બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ