- 8 વૃક્ષો કાપી પર્યાવરણને ન ભરપાઈ થાય એવડું મોટું નુકસાન કર્યું છે
ભરૂચ 3 ઓક્ટોબર (હિ.સ.) કંબોડિયા પ્રાથમિક શાળામાં દિવાલ,બે રૂમો અને સંડાસ બાથરૂમ તોડી પાડવા બાબતે ગ્રામસભા, પંચાયત કે શાળાની કોઈ સભામાં આ શાળાનું બાંધકામ તોડવાનું લીધું જ નથી. શાળામાં દિવાલ અને રૂમ બનાવવા આઠ મોટા વૃક્ષો ચાલુ વરસાદે કાપી પર્યાવરણને ન ભરપાઈ થાય એવડું મોટું નુકસાન કરેલ છે. ત્રણ વર્ષ પહેલા કંબોડિયા પ્રાથમિક શાળાની બે રૂમ અને દિવાલ બનાવી દીધી હતી તે તોડીને ફરીથી નવી 35 લાખના ખર્ચે બનાવી સરકારી રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે.
જૂની દિવાલ તોડવાની પરવાનગી આપી છે તેમ મૌખિક અધિકારીઓ અને આચાર્યએ જવાબ આપ્યો હતો પરંતુ માત્ર 35 થી 40 ફૂટ દિવાલઆડેધડ તોડી છે જ્યારે દિવાલ તો આખી શાળાની ફરતે છે તે કેમ ના તોડવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક શાળાના બે ઓરડા, સંડાસ બાથરૂમ અને દિવાલ ત્રણ વર્ષ પહેલા બનાવેલ હતા તેને કોની પરવાનગીથી તોડી પાડવામાં આવ્યા અને ત્રણ વર્ષમાં જર્જરીત પણ થઈ ગયા તો જે તે સમયે કેટલું ખરાબ કામ થયું હશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.વળી આટલી જલ્દી તોડવાની પરવાનગી કેમ મળી ગઈ આ ખરેખર સરકારી નાણાનો દુર્ગ વ્યય થઈ થયેલો છે, ચોક્કસ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે .
સરકારી શાળાનું ભણતર બાળકોમાં ઊંચું લાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે ત્યારે આવી રીતે બે થી ત્રણ વર્ષ પહેલા બનાવેલ રૂમો અને દિવાલને તોડી ફરી તે પણ લાઇસ ની ઈંટોથી બનાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેમાં સરપંચથી લઈ આચાર્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ સંડોવાયેલા છે. વધુમાં મોટો ભ્રષ્ટાચાર તો ત્યાં કર્યો જ્યાં શાળાની ફરતે દીવાલ છે પણ તોડી માત્ર 35 ફૂટ તે બનાવી આખી દીવાલમાં કલર મારી નર્યો ભ્રષ્ટાચાર જ કર્યો છે .
ટીઆરપી પંકજ પટેલ નેત્રંગ એ ઓરડા જુના છે તેમજ દીવાલ તો બહુ વર્ષોની છે ઓરડા તો પહેલા ના જ છે એટલું કહી તમારો અવાજ કપાય છે નેટવર્કમાં આવીને વાત કરું તેમ કહી ફોન કટ કરી દીધો હતો .
આ બાબતને લઈને ટીઆરપી અને આચાર્યને બોલાવી માહિતી લઉં છું. સ્થળ વિઝીટ કરીશ. તપાસ કરીશ પછી જણાવું છું યોગેશ પવાર ટીડીઓ નેત્રંગ
અમારા ગામની પ્રાથમિક શાળામાં માસ્તરો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મિલીભગત કરી માત્ર ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. જેની કાયદેસર તપાસ કરી આવા લોકોને ખુલા પાડવા જોઈએ ભણાવતા પણ નથી કનુ પટેલ સ્થાનિક કંબોડિયા
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ