પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જીલ્લા દ્વારા અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મના વિજય ઉત્સવ એટલે વિજયા દસમી (દશેરા) ઉત્સવ નિમિતે હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય રીતે સુદામા ચોક ખાતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત કાર્યકર્તા શાસ્ત્રી ભાવિન જોષી દ્વારા મંત્રોચાર કરી સાધુ સંત-મહંતો દ્વારા શસ્ત્ર પૂજનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
ત્યાર બાદ જ્ઞાતિ આગેવાનો, વિવિધ વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘના કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌ કર્યા કરતા અને મોટી સંખ્યામાં સનાત સમાજના લોકો પણ આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં જોડાયા હતા અને શસ્ત્ર પૂજન કર્યુ ત્યારે સુદામા ચોકમાં જય શ્રીરામના જય કારા, વીર બજરંગી, હર હર મહાદેવ, જય ભારત માતા કી જય અને દેશ ભક્તિના ગીતો અને જય કારાના નાદથી ગુંજી ઉઠ્યો હતો સાથે સાથે સૌ કાર્યકર્તાઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાલા હનુમાન મંદિર ખાતે સમૂહ આરતી પણ કરવામાં આવી હતી.આ કાર્યકર્મમાં આમંત્રણને માન આપી જગતગુરુ રામાનંદા આચાર્ય સ્વામી સર્વેશ્વર આચાર્યજી મહારાજ શીગડા મઠ, સ્વામી બદ્રીનાથજી વનમાલીજી તિરુપતિ બાલાજી મંદિર જુબેલી, યોગી કિશોરી નાથજી ગુરુ શેરનાથજી બાપુ કાલી ખપ્પર હનુમાન મંદિર આદિત્યાણા, ગો.108 શ્રી વસંતરાયજી મહારાજ, વલ્લભાચાર્યજી હવેલી પોરબંદર, માઁ રાંદલ શક્તિ પીઠ પોરબંદર, ભગીરથ પ્રસાદજી મહારાજએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લામાં કુલ ચાર પ્રખંડમાં રાણાવાવ, કુતિયાણા, બરડો અને પોરબંદર સહિત 50 થી પણ વધુ સ્થાનો પર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌ લોકો નો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya