પીએમ જવાહર નવોદય વિદ્યાલય કોડીનારમાં આંતરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ અને નાલ્સા નેશનલ ફોટોગ્રાફી અને આર્ટ શૉ વિશે વર્કશોપ યોજાયો
ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા પી એમ જવાહર નવોદય વિદ્યાલયના પટાંગણમાં 1 ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિવસ વિશે સમજ અપાઈ. તેમજ વૃદ્ધ વ્યક્તિઓ પ્રગતિના ચાલક છે, આરોગ્ય સમાનતા, નાણાકીય સુખાકારી, સમુદાય સ્થિતિસ્
પીએમ જવાહર નવોદય વિદ્યાલય કોડીનારમાં આંતરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ અને નાલ્સા નેશનલ ફોટોગ્રાફી અને આર્ટ શૉ વિશે વર્કશોપ યોજાયો


ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા પી એમ જવાહર નવોદય વિદ્યાલયના પટાંગણમાં 1 ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિવસ વિશે સમજ અપાઈ. તેમજ વૃદ્ધ વ્યક્તિઓ પ્રગતિના ચાલક છે, આરોગ્ય સમાનતા, નાણાકીય સુખાકારી, સમુદાય સ્થિતિસ્થાપકતા અને માનવ અધિકારોની હિમાયત જેવા ક્ષેત્રોમાં તેમના જ્ઞાન અને અનુભવનું યોગદાન આપે છે. તેમજ વૃદ્ધોની કાળજી લેવી.તેની સંભાળ રાખવી.એ આપણી નૈતિક ફરજ છે. અને લોકોને જાગૃત કરવા તેમજ નાલ્સા નેશનલ ફોટોગ્રાફી અને આર્ટ શૉ વિશે સમજૂતી અને વિવિધ પ્રકારના સ્લોગનો અને ચિત્રો દોરવામાં આવ્યા તેમજ અવર્નેસનો એક સંદેશ આપ્યો. લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને અંકિતા ડોડીયા ના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ નવોદયના આચાર્ય સંજય પાટીલ અને આર્ટ ટીચર શશીકાંત ગોહિલ CPO લતાબેન ગજેન્દ્ર,અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande