ગીર સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.): તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ મુકામે આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયની બાળાઓને સમજાવ્યું કે 29 સપ્ટેબર ના દિવસ વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવાય. હૃદયના આરોગ્ય અને સ્ટ્રોક જેવી બીમારીઓથી બચવા માટે જીવનશૈલીમાં બદલાવ લાવવાની પ્રેરણા વિશે સમજ આપી. તેમજ હદય રોગ દુનિયામાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે. ખોટી જીવનશૈલી વધુ તેલ મસાલા વાળો ખોરાક વ્યાયામ નો અભાવ ધુમ્રપાન આલ્કોહોલ તણાવ વગેરેના કારણે હ્રદય સંબંધી રોગો વધે છે. નિયમિત ચેકઅપ કરો, સંતુલિત આહાર, અને ધુમ્રપાન આલ્કોહોલ થી દૂર રહેવું તેમજ હેલ્થ ચેકઅપ કરાવવું. હદય સ્વાસ્થ્ય જીવન મસ્ત જેવા સ્લોગન વિશે સમજાવ્યું. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ વોડન કમ હેડ ટીચર રંજનબેન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહીયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ