
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જીલ્લામા પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકને નુકશાન થયુ છે. ત્યારે પોરબંદર ખેતીવાડી વિભાગ દ્રારા નુકશાનીને લઈ સર્વની કામગીરી શરૂ કરવામા આવશે. પોરબંદર જીલ્લામા કમોસમી વરસાદને પગલે મગફળી સહિતના પાકને નુકશાની થતા પોરબંદર ભાજપના આગેવાનોએ સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી. જેને પગલે હવે સર્વની કામગીરી હાથ ધરવામા આવશે. પોરબંદર જીલ્લામા પડેલા ભારે વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીન સહીતના પાકને નુકશાન થતા ખેડુતોની હાલત કફોડી બની હતી અને નુકશાનીનો સર્વે કરી વળતર આપવાની માંગ પ્રબળ બની હતી તો બીજી તરફ રાજકીયા આગેવાનોએ પણ સર્વે કરી ખેડુતોને વળતર આપવાની સરકારમા રજુઆત કરી જેને સરકારે પોરબંદર જીલ્લામા સર્વેની કામગીરીનો નિર્ણય કર્યો છે.
આ અંગે પોરબંદર જીલ્લા ખેતીવાડી અધિકારી એચ એન ત્રિવેદીના જણાવ્યા અનુસાર પોરબંદર જીલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકામા સર્વની કામગીરી કરવામા આવશે કુલ 20 જેટલી ટીમો દ્રારા સર્વ કરવામા આવશે તેમજ જીલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામા આવશે. સર્વે કર્યા બાદ સરકારમા રીપોર્ટ કરવામા આવશે. પોરબંદર ભાજપના આગેવાન રામદેભાઈ મોઢવાડીયા, વિરમભાઈ કારાવદરા સહિતના આગેવાનોએ બરડા પંથકના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સરકારમા રજુઆત કરી હતી પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાના પ્રયાસોના કારણે સર્વની કામગીરી હાથ ધરવામા આવતા ખેડુતોને રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya