




પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા “રાષ્ટ્રીય એકતા દિવસ” પર્વના અવસરે પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી ખાતે સપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચેરીના અધિકારીઓ- કર્મચારીઓએ
રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવા, તેના જતન માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ સમારોહનો ઉદ્દેશ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં રાષ્ટ્ર ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો.
ઉલ્લેખનીય છે કે પોરબંદર મહાનગરપાલિકા, મત્સ્યોધોગ, સિવિલ સર્જનની કચેરી, મામલતદાર શહેર સહિતની કચેરીઓમાં સપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અધિકારી- કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતાના સપથ લેવામાં આવ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya