રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાનોનું અદ્દભુત ગૌરવનું પ્રદર્શન
ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશની સીમા સુરક્ષાને મજબુત બનાવવા માટે સીમા સુરક્ષા બળના રાષ્ટ્રીય શ્વાન કેન્દ્ર દ્વારા ભારતીય નસ્લના શ્વાનોને પ્રશિક્ષણ આપીને તાલીમ
રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાનોનું અદ્દભુત ગૌરવનું પ્રદર્શન


રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાનોનું અદ્દભુત ગૌરવનું પ્રદર્શન


ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશની સીમા સુરક્ષાને મજબુત બનાવવા માટે સીમા સુરક્ષા બળના રાષ્ટ્રીય શ્વાન કેન્દ્ર દ્વારા ભારતીય નસ્લના શ્વાનોને પ્રશિક્ષણ આપીને તાલીમબદ્ધ કરાયા છે. ઉત્તરપ્રદેશના રામપુરા અને મહારાષ્ટ્રના દેશી નસ્લના શ્વાનોને તાલીમબદ્ધ કરીને સુરક્ષા દળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્વાનોએ ૧૮ ફુટની દિવાલ જમ્પ, ૨૦ ફુટના દાદરની ચડાઈ, આંખો બંધ કરીને પુલોને પાર કર્યા હતો. પહાડી રસ્તાઓ આગળ વધવા માટે તાલીમ અંગે પ્રદર્શન રજુ કર્યું હતું. સ્વદેશી શ્વાનોની જાતિઓ - રામપુર શિકારી શ્વાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. આ જાતિઓએ BSF કામગીરી દરમિયાન બળ ગુણાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપીને આત્મનિર્ભર ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી. ભારતની આત્મનિર્ભરતા, સ્વદેશી ગૌરવ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ પૂરૂ પાડયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande