NGES સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ શાળાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમો યોજાશે
૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬માં વિવિધ કાર્યક્રમો યોજાશે પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : NGES સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ વર્ષ ૨૦૨૬માં સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહી છે. શાળાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીએ વિવિધ કાર્યક્રમો યોજાશે
NGES સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ શાળાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે  ૨૦૨૬માં ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીએ  વિવિધ કાર્યક્રમો યોજાશે


૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬માં વિવિધ કાર્યક્રમો યોજાશે

પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : NGES સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ વર્ષ ૨૦૨૬માં સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહી છે. શાળાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીએ વિવિધ કાર્યક્રમો યોજાશે. વર્ષ ૧૯૭૬માં ધોરણ ૮માં માત્ર ૨૬ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ શાળાએ ગુણવત્તાસભર અને સર્વાંગી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

છેલ્લા પાંચ દાયકામાં શાળાએ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક, રમતગમત, કલા, વિજ્ઞાન અને શૈક્ષણિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. સુવર્ણ જયંતિ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, શોભાયાત્રા તેમજ કલા અને શૈક્ષણિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકમંડળ, વિશેષ મહેમાનો અને પાટણના નાગરિકો ઉપસ્થિત રહેશે.

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સીડીઓ ડૉ. જય ધ્રુવે જણાવ્યું કે, આ ઉજવણી માત્ર ભૂતકાળનો ગૌરવ નથી, પરંતુ ભવિષ્યને વધુ સ્માર્ટ, આધુનિક અને સંસ્કારસભર બનાવવા માટેનો સંકલ્પ છે. શાળાને સ્માર્ટ વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, આધુનિક પુસ્તકાલય અને ડિજિટલ પ્રાર્થના ખંડથી સજ્જ કરવાની યોજના છે. પૂર્વ વિદ્યાર્થીઓને ગૂગલ લિંક મારફતે જોડાવા આમંત્રણ અપાયું છે અને વધુ માહિતી માટે આચાર્ય ડૉ. ઝેડ. એન. સોઢા (મો. ૯૯૨૪૫૫૬૧૦૧)નો સંપર્ક કરવા વિનંતી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande