
જામનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર ની અલગ અલગ જગ્યાઓ પર નિમણુક કરવાની છે. જેમાં બારાડી પ્રાથમિક શાળા, શાંતિનગર પ્રાથમિક શાળા, નવા માવનું ગામ તથા માધાપર પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પરની ૧-૧ જગ્યાઓ, બોડકા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની ૧ જગ્યા, જીરાગઢ પ્રાથમિક શાળા, જશાપર પ્રાથમિક શાળા અને બીણાધર પ્રાથમિક શાળામાં કુક કમ હેલ્પરની ૧ જગ્યા માટે ઉમેદવારોની નિમણુક કરવામાં આવનાર છે.
જેથી ધો.૧૦ પાસ તેમજ ૨૦ વર્ષથી ૫૫ વર્ષ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ બક્ષીપંચના ઉમેદવારો માટે ૫૮ વર્ષની વય ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે. જેથી ઈચ્છુક ઉમેદવારોએ પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડીયા ખાતેથી વિગતો મેળવી નિયત અરજી ફોર્મ તા.૨૦-૧૧-૨૦૨૫ સુધીમાં રજા સિવાયના દિવસોએ સવારે ૧૧:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક દરમ્યાન સમયમર્યાદામાં પહોંચાડવાના રહેશે. નિયત અરજી ફોર્મની સાથે પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડ, આધારકાર્ડ, શારિરીક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર તથા જન્મ તારીખનો આધાર (લિવીંગ સર્ટી.) તથા બેંક ખાતા નંબર વગેરેના જરૂરી આધારોની પ્રમાણિત નકલો સાથે સંપુર્ણ નામ, સરનામા સાથે ફોર્મ ભરીને તે જ તારીખના સમયગાળા દરમ્યાન પહોંચાડવાના રહેશે. નિયત તારીખ અને સમયમર્યાદા બાદની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી. તેમ મામલતદાર જોડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt