
જામનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ સુચનાનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહીને ધ્યાનમાં લઇને ગાંધીનગર માત્યોસ્યોગ કચેરી તરફથી માછીમારી બોટને ટોકન ઇસ્યુ કરવાનુ બંધ રાખવામાં આવેલ. તથા દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા જણાવવામાં આવ્યું છે.
પંરતુ ટોકન સોફ્ટવેરમાં હજુ અમુક બોટોની રીટર્ન એન્ટ્રી કરવાની બાકી છે. આથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બોટ માલીકોની બોટ દરીયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવી અને જે બોટો કીનારે આવી ગઇ છે. તે બોટોની રીટ્રન એન્ટ્રી તાત્કાલીક કરાવી લેવી. તથા આગાહીને ધ્યાને લઈ જામનગર જિલ્લાના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેના તમામ માછીમારી બોટો, એક લકડી હોડીઓના માલિકો, પગડીયા માછીમારોને અન્ય સુચના ન મળે ત્યાં સુધી સાવચેતી રાખવા તથા માછીમારી ન કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt