પાટણમાં જીનીંગ મીલના વિવાદને લઈ વેપારી પાસે રૂ. 25 લાખની ખંડણી માંગ, રિવોલ્વર બતાવી ધમકી
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : પાટણમાં જીનીંગ મીલના વિવાદને લઈને એક વેપારીએ બીજા વેપારી પાસે રૂ. 25 લાખની ખંડણી માગી અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફરિયાદી જનકકુમાર બળદેવભાઈ ઠક્કર (રહે. હારીજ)એ પાટણના
પાટણમાં જીનીંગ મીલના વિવાદને લઈ વેપારી પાસે રૂ. 25 લાખની ખંડણી માંગ, રિવોલ્વર બતાવી ધમકી


પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : પાટણમાં જીનીંગ મીલના વિવાદને લઈને એક વેપારીએ બીજા વેપારી પાસે રૂ. 25 લાખની ખંડણી માગી અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

ફરિયાદી જનકકુમાર બળદેવભાઈ ઠક્કર (રહે. હારીજ)એ પાટણના યશવિહાર અંબાજી નેળિયામાં રહેતા મહેતા ચક્ષુકકુમાર હસમુખલાલ વિરુદ્ધ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપી ચક્ષુકકુમારે પોતાની જીનીંગ મીલ પંજાબ નેશનલ બેન્ક દ્વારા હરાજી કરાવીને અન્ય વ્યક્તિઓને સસ્તામાં આપ્યાની બાબતે ફરિયાદીને જવાબદાર ઠેરવી ધમકી આપી હતી.

જનકકુમારે કહ્યું કે, “મારે તારી જીનીંગ મીલ સાથે કોઈ લેવાદેવા નથી,” તેવું કહ્યાના ગુસ્સે ચક્ષુકકુમારે જાહેરમાં મારપીટ કરી હતી અને પછી રિવોલ્વર બતાવી રૂ. 25 લાખની ખંડણીની માંગણી કરી હતી. પોલીસએ ફરિયાદના આધારે બી.એન.એસ. કલમ 115(2), 296(બી), 351(2) તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande