રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી અમદાવાદમાં યોજાનારી યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવશે
ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ પ્રસંગે 31 ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવશે. ‘રાષ્ટ્રીય એક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ પ્રસંગે 31 ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવશે.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે 7.30 વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવશે.

આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.

અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, સાંસદઓ, ધારાસભ્યઓ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કોર્પોરેટરઓ, નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા રમતપ્રેમીઓ વગેરે યુનિટી માર્ચ અને એકતા શપથના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande