ગિરનાર પરિક્રમામાં યાત્રાળુઓ માટે પાર્કિંગ સ્થળોની વ્યવસ્થામાં ફેરફાર, ધ્યાનમાં લેવા અનુરોધ
જૂનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.): ગિરનાર લીલી પરિક્રમા તા.૦૨-૧૧-૨૦૨૫ થી તા.૦૫-૧૧-૨૦૨૫ દરમિયાન યોજાનાર છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભવનાથ ખાતે આવે છે. આ સમય દરમિયાન ભવનાથ તળેટીમાં બહોળા પ્રમાણમાં વાહનોની અવર જવર રહેશે. જેમાં પાર્કિંગ માટેના
ગિરનાર પરિક્રમામાં યાત્રાળુઓ માટે પાર્કિંગ સ્થળોની વ્યવસ્થામાં ફેરફાર, ધ્યાનમાં લેવા અનુરોધ


જૂનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.): ગિરનાર લીલી પરિક્રમા તા.૦૨-૧૧-૨૦૨૫ થી તા.૦૫-૧૧-૨૦૨૫ દરમિયાન યોજાનાર છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભવનાથ ખાતે આવે છે. આ સમય દરમિયાન ભવનાથ તળેટીમાં બહોળા પ્રમાણમાં વાહનોની અવર જવર રહેશે. જેમાં પાર્કિંગ માટેના સ્થળોમાં જીવરાજભાઈ ઓઘવજીભાઈ સોલંકીની વાડી, મહાસાગર ટ્રાવેલ્સની બાજુમાં, દાસાભાઈની વાડી, મજેવડી દરવાજાથી ગિરનાર દરવાજા રોડ જિલ્લા જેલ વાડી પાસે, જૂનાગઢ- ત્યાં જ તમામ પ્રકારના વાહનોનું પાર્કિંગ કરવાનું રહેશે.

આ સુધારા સિવાય જેટલા પણ પાર્કિંગ સ્થળોની યાદી આ પૂર્વે જાહેર કરવામાં આવી છે તે યથાવત જ રહેશે. ઉપરોકત સુધારો સર્વે લાગતા વળગતાને ધ્યાનમાં લેવા માટે અનુરોધ કરાયો છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ, જૂનાગઢ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande