
ભાવનગર, 30 ઓક્ટોબર (હિ.સ.): જૂનાગઢમાં યોજનારા પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09226 વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક વિશેષ ટ્રેન વેરાવળથી રાત્રે 21.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 8.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન 31.10.2025થી 10.11.2025 સુધી દરરોજ ચાલશે.
તે જ રીતે, ટ્રેન નંબર 09225 ગાંધીગ્રામ–વેરાવળ દૈનિક વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 01.11.2025થી 11.11.2025 સુધી દરરોજ ચાલશે.
આ ટ્રેન માળિયા હાટીના, કેશોદ, જુનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જંક્શન, વઢવાણ સિટી, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. ટ્રેનના જનરલ તથા એસએલઆરડી કોચ અનારક્ષિત રહેશે, જેના માટે ટિકિટ યુટીએસ કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનો ભાડો લાગશે.
ટ્રેન નંબર 09226 અને 09225 માટે ટિકિટ બુકિંગ 30.10.2025 (ગુરુવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેનોના ઠેરાવ, સંરચના તથા સમય અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવી વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ