
સોમનાથ,30 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ
સોમનાથ પ્રભાસપાટણ પાટણ ખાતે જલારામ બાપા નુ મંદિર લંડન ના ધોબી પરીવાર દ્વારા ૨૦ વર્ષ પહેલાં બનાવવામાં આવેલ છે અને ત્યાર બાદ દર વર્ષ આ પરીવાર અને તેમના સગા સંબંધી લંડન,યુ કે, અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાંથી અને ભારત ગુજરાત ના અન્ય શહેરોમાં થી પધારે છે અને જલારામ જયંતિ ધામધુમ મનાવે છે
આ પરીવાર 20 મા વર્ષે છે જલારામ જયંતિ મનાવવા પધારેલ છે જેમા મુકું દભાઈ ચુડાસમા, મીનાબેન ચુડાસમા, સાઈન ચુડાસમા,ટીશન ચુડાસમા, જેશીકા ચુડાસમા અને અન્ય પરીવારજનો પધારેલ છે જલારામ જયંતિ ના દિવસે પણ જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવેલ જેમાં ધ્વજારોહણ પુજન કેક કાપેલ 56 ભોગ અને બપોર બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ
જે શહેરના મુખ્ય માર્ગો ઉપર થી કાઢવામાં આવેલ અને બેન્ડ બાજા ની રમઝટ અને ફટાકડા ફોડી મનાવેલ અને ડાંડીયા રાશ સાથે શોભાયાત્રા નિકળેલ અને શોભાયાત્રા મા લોકો વિદેશ ની ચોકલેટ ની પ્રસાદી વિતરણ કરવામાં આવેલ શોભાયાત્રા બાદ ભોજન પ્રસાદી નો લાભ લોકો એ લીધેલ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ