
જૂનાગઢ,30 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ બિલખામાં પુજ્ય જલારામ બાપાની 226 જન્મ જયંતિની ઘામઘુમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બિલખા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પુજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે બાપાની મહાઆરતી, પુજન તેમજ આગેવાનો અને વિઘાર્થીઓનો સન્માન સમારોહ તથા સમુહ પ્રસાદ આયોજન તેમજ ભવ્ય શોભાયાત્રા નીકળી મૂખ્ય માર્ગ પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામલોકો જોડાયા હતા. અને જલારામ બાપાના દર્શનનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ