અડાજણમાં લક્ઝરી કારનો સ્ટંટ: ફટાકડા ફોડીને રેસ લગાવનાર ચાર યુવક ઝડપાયા, કાર જપ્ત
સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં ચાર યુવકો જાહેર રસ્તા પર લક્ઝરી કાર સાથે બેદરકારીપૂર્વક રેસ લગાવતાં જોવા મળ્યા. તેમાં બે ઓડી, એક રેન્જ રોવર અને એક સ્કોડા કાર સામેલ હતી. રેસ દરમિયાન એક યુવક સનરૂફમાંથી બહાર આવીને ચાલતી કારમાં ફટાકડ
Surat


સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં ચાર યુવકો જાહેર રસ્તા પર લક્ઝરી કાર સાથે બેદરકારીપૂર્વક રેસ લગાવતાં જોવા મળ્યા. તેમાં બે ઓડી, એક રેન્જ રોવર અને એક સ્કોડા કાર સામેલ હતી. રેસ દરમિયાન એક યુવક સનરૂફમાંથી બહાર આવીને ચાલતી કારમાં ફટાકડા ફોડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઘટનાએ અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકી હતી.

વીડિયો પોલીસ સુધી પહોંચતાં જ નંબર પ્લેટના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી અને થોડા જ સમયમાં ચારેય યુવકોને ઝડપી પાડવામાં આવ્યા. ધરપકડ સાથે જ કારો જપ્ત કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે ચારેય યુવકો વિદ્યાર્થીઓ છે. પૂછપરછ દરમ્યાન તેમણે કૃત્ય સ્વીકારી માફી માંગી અને આવું ફરી ન કરવાની ખાતરી આપી. આ કાર્યવાહીથી પોલીસે સંદેશ આપ્યો કે માર્ગ સલામતી સાથે ચેડાં કરનાર કોઈપણ સામે કડક પગલાં લેવાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande