રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘રાષ્ટ્રીય એકતા શપથ’ લેવાયા
સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.): 31મી ઓક્ટોબરે રાષ્ટ્રના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી-સુરત ખાતે જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા’ના શપથ લેવામાં આવ્યા હ
Surat


સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.): 31મી ઓક્ટોબરે રાષ્ટ્રના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી-સુરત ખાતે જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા’ના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત જિલ્લા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે કલેક્ટરએ સરદાર વલ્લભભાઈ પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંવર્ધનમાં સરદાર સાહેબનું જીવન સૌ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય એકતા જાળવવા, સમરસતા અને સૌહાર્દના મૂલ્યોને સમાજમાં પ્રસરાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ દેશની એકતા અને અખંડિતતા માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande