ખરાબ હવામાનને કારણે માછીમારોને થયેલ નુકસાની માટે સહાય ચૂકવવા રજુઆત
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકશાન કુદરતે પહોંચાડ્યું છે એ જ રીતે દરિયાઈ ખેડુને પણ મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદરના માછીમારોએ સરકાર સમક્ષ સહાય આપવાની માંગ કરી છે. પોરબંદર સહીત રાજ્યમાં
ખરાબ હવામાનને કારણે માછીમારોને થયેલ નુકસાની માટે સહાય ચૂકવવા રજુઆત.


ખરાબ હવામાનને કારણે માછીમારોને થયેલ નુકસાની માટે સહાય ચૂકવવા રજુઆત.


ખરાબ હવામાનને કારણે માછીમારોને થયેલ નુકસાની માટે સહાય ચૂકવવા રજુઆત.


ખરાબ હવામાનને કારણે માછીમારોને થયેલ નુકસાની માટે સહાય ચૂકવવા રજુઆત.


ખરાબ હવામાનને કારણે માછીમારોને થયેલ નુકસાની માટે સહાય ચૂકવવા રજુઆત.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકશાન કુદરતે પહોંચાડ્યું છે એ જ રીતે દરિયાઈ ખેડુને પણ મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદરના માછીમારોએ સરકાર સમક્ષ સહાય આપવાની માંગ કરી છે.

પોરબંદર સહીત રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થયા છે. ખેતર પર પડેલા પાક પર કુદરતે વરસાદ વરસાવતા મોટું નુકશાન ખેડૂતોને પહોંચ્યું છે ત્યારે પોરબંદરના દરિયાઈ ખેડુ એટલે માછીમારોએ મીડિયાના માધ્યમથી તેમજ લેખિત રજૂઆતના માધ્યમથી જમીની ખેડૂતોની જેમ જ દરિયાઈ ખેડૂતોને સહાય આપવા માંગ કરી છે. પોરબંદરના માછીમારોએ મીડિયા સમક્ષ ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીના પગલે 25 તા. થી બોટો બંદર તરફ પરત ફરી રહી છે. આજે 30 ઓક્ટોબર સુધીમાં લગભગ લગભગ બોટો બંદરે પહોંચી છે તો બીજી તરફ બંદર નજીક દરિયામાં બોટો લાંગરેલી છે. માછીમારોનું કહેવું છે કે, આ સીઝનમાં ખરાબ હવામાનને લીધે ત્રીજી વખત બોટો પરત ફરી છે. એક બોટ જયારે દરિયામાં માછીમારી કરવા જાય છે ત્યારે 5 થી 6 લાખનો ખર્ચ એક બોટ પાછળ થાય છે જેમાં બરફ, રાશન, ડીઝલ, મજૂરોના પગાર સહિતનો ખર્ચ એક બોટ જયારે બંદરમાંથી નીકળે છે ત્યારે થાય છે અને ખરાબ હવામાનને લીધે ત્રીજી વખત બંદરપર બોટો પરત ફરી છે જેને લીધે બોટ માલિકને લાખોની નુકશાની પહોંચી છે. એક તરફ દરિયામાં માછલીનો જથ્થો પૂરો મળતો નથી ત્યારે લાખો રૂપિયાની નુકશાની માછીમારોને થઇ રહી છે ત્યારે જમીની ખેડુની જેમ દરિયાઈ ખેડુને પણ સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande