
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : 31 ઓક્ટોબર 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિતે જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સયુક્ત ઉપક્રમે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર 2025 ના રોજ સવારે સાત કલાકે ધ દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ ખાતે યોજાના જિલ્લા કક્ષાના રન ફોર યુનિટીના કાર્યક્રમમાં જોડાવા અને રાષ્ટ્રીય એકતાની પ્રતીતિ કરવા માટે પોરબંદર જિલ્લાના નગરજનોને અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya