વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાશે
નાગરિકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા વહીવટી તંત્રની અપીલ ગીર સોમનાથ, 30 ઓક્ટોબર (હિ.સ.) : તા.૩૧ ઓક્ટોબરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે કલેક
વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાશે


નાગરિકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા વહીવટી તંત્રની અપીલ

ગીર સોમનાથ, 30 ઓક્ટોબર (હિ.સ.) : તા.૩૧ ઓક્ટોબરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા “રન ફોર યુનિટી-૨૦૨૫” કાર્યક્રમ યોજાશે.

વેરાવળ ખાતે તા.૩૧/૧૦/ર૦રપના રોજ સવારના ૦૮:૦૦ કલાકેથી ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થાય તે માટે પ્રાંત અધિકારી વિનોદ જોશીની અધ્યક્ષતામાં પ્રાંત ઓફિસ વેરાવળ ખાતે સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓ સાથે એક બેઠક યોજાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે સવારે ૮:૦૦ વાગ્યાથી વેરાવળ મામલતદાર કચેરીથી શરૂ થઈ આ ‘રન ફોર યુનિટી’ દોડ બોય્ઝ હાઈસ્કૂલ, ટાવરચોક, સટ્ટાબજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાકમાર્કેટથી પરત ટાવરચોક ગાર્ડન પાસે પૂર્ણાહૂતિ થશે.

આ બેઠકમાં પ્રાંત અધિકારીએ વેરાવળના નાગરિકો ઉત્સાહપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભાગ લે તે પ્રકારે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનો આપ્યાં હતા. રન ફોર યુનિટીની સાથે જ સમગ્ર રૂટ પર વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં ઈન્ડિયન રેડક્રોસ, ભારત વિકાસ પરિષદ જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ઝવેરીભાઈ ઠકરાર સહિતના સામાજીક અગ્રણીઓ તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande