
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી- પોરબંદર જિલ્લા સેવા સદન-૨, બ્લોક નં.9, સાંદિપની આશ્રમ રોડ, પોરબંદર ખાતે બિન વપરાશી મશીનરી, ઇલેકટ્રીક, ફર્નીચર જે સ્થિતિમાં જે લોટ માં જયાં છે, ત્યાંથી બેવડી જાહેર પધ્ધતિથી નિકાલ કરવાનો છે.
રસ ધરાવતી પાર્ટીઓને જાહેર રજાના દિવસ સિવાય સવારના 11:00 થી 16:00 કલાક દરમ્યાન સંસ્થામાં આવી લોટ તથા જથ્થો જોઈ શકશે. રસ ધરાવતી પાર્ટીઓને જાહેર રજાના દિવસ સિવાય સવારના 11:00થી 16:00 કલાક દરમ્યાન કચેરીમાં તા.20/11/2025સુધીમાં ઓફીસમાંથી ટેન્ડર મળી શકશે.EMD રૂ. 250 રાખેલ છે. ભાવ ભરેલ ટેન્ડર સીલબંધ કવરમાં તા.21/11/2025 સુધીમાં 16.00કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે. હરાજી તા.25/11/2025 ના રોજ 11:00 કલાકથી શરૂ કરવામાં આવશે. ટેન્ડરની શરતો ટેન્ડર સાથે અને હરાજીની શરતો હરાજી વખતે રૂબરૂ આપવામાં આવશે.
બંધ ટેન્ડરથી આવેલ ભાવ હરાજી બાદ ટેન્ડર ખોલી જાહેર કરાશે. અને જાહેર હરાજીમાં સૌથી ઉંચી બોલીવાળા ભાવ તેમજ ટેન્ડર ભાવ પૈકી જે ભાવ વધારે હશે, તે ભાવ સ્વીકારવામાં આવશે. હરાજી બંધ રાખવી તથા આ ટેન્ડરો અગર હરાજીના ભાવ સ્વીકારવા અંગે આખરી સત્તા કચેરીના અધિકારી રહેશે. અને તે સર્વેને બંધનકર્તા રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya