પોરબંદર જિલ્લા કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતાના શપથ લેવાયા
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એટલે કે 31મી ઓક્ટોબરના દિવસને ''રાષ્ટ્રીય એકતા દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, જિલ્લા કલેકટર કચેરી પોરબંદર ખાતે રાષ્ટ્રીય એકતા અન
પોરબંદર જિલ્લા કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતાના શપથ લેવાયા.


પોરબંદર જિલ્લા કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતાના શપથ લેવાયા.


પોરબંદર જિલ્લા કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતાના શપથ લેવાયા.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એટલે કે 31મી ઓક્ટોબરના દિવસને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, જિલ્લા કલેકટર કચેરી પોરબંદર ખાતે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે 'એકતા શપથ' લેવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી. બી ચૌધરી , નિવાસી અધિક કલેકટર જે . બી.વદર, નાયબ કલેકટર એન.બી રાજપૂત, પોરબંદર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ સહિતનાં અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવા, તેના જતન માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ સમારોહનો ઉદ્દેશ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં રાષ્ટ્ર ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા, સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે તેમને સ્મૃતિ વંદના કરવાનો છે. આ નિમિત્તે, તેમણે અખંડ ભારતનું નિર્માણ કરવા માટે કરેલા ભગીરથ પ્રયત્નોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande