
ભાવનગર, 30 ઓક્ટોબર (હિ.સ.): યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળની વિવિધ માર્ગોની 4 જોડી ટ્રેનમાં અસ્થાઈ રૂપે બે-બે વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા 31 ઓક્ટોબર, 2025થી 10 નવેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 19119/19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ દૈનિક એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 59557/59460 ભાવનગર-પોરબંદર-ભાવનગર દૈનિક પેસેન્જર
4. ટ્રેન નંબર 59558/59559 ભાવનગર-વેરાવળ-ભાવનગર દૈનિક પેસેન્જર
આ તાત્કાલિક વધારાની વ્યવસ્થા આવનારા તહેવારના સીઝન દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી તમામ મુસાફરોને મુસાફરીમાં સુવિધા મળી શકે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ સુરક્ષિત રીતે મુસાફરી કરે અને રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનો લાભ લે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ