પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાસ્મો સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની અધ્યક્ષતામાં વાસ્મો સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં વરસાદની સ્થિતિ તેમજ પીવાના પાણી વિતરણ વ્યવસ્થાઓ અને વિવિધ ડેમોમાં પાણી સ્થિતિ અંગે વ
પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાસ્મો સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાસ્મો સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની અધ્યક્ષતામાં વાસ્મો સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં વરસાદની સ્થિતિ તેમજ પીવાના પાણી વિતરણ વ્યવસ્થાઓ અને વિવિધ ડેમોમાં પાણી સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરએ હેલ્પલાઇન નંબર પર પ્રાપ્ત થયેલી પાણી વિતરણ સંબંધિત ફરિયાદો અને તેના નિકાલ અંગેની માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ઉપરાંત ગામ અને નેસ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થાઓ , વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલા કાર્યો, મંજૂર થયેલ કામોની સ્થિતિ અને તેની પ્રગતિ, ટેન્ડરિંગ પ્રક્રિયાઓ સાથેના કામો અને જનજાગૃતિ કાર્યક્રમો અંગે પણ સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande