
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના માધવપુર ગામે રહેતા એક પ્રૌઢ પર બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો જુના મનદુઃખને લઇ હુમલો કરવામા આવ્યો હતો. પોરબંદરના માધવપુરમા રહેતા અને ખેતીકામ કરતા શેરમહમદ ઉર્ફે શેરૂવલીમામદ જોખીયા નામના પ્રૌઢને શાહીલ આરીફ જોખીયા સાથે આઠ દશ મહિના પહેલા ઝઘડો થયો હતો. જેના મનદુઃખને લઈ સાહિલ આરીફ જોખીયા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya