
સ્વામી લીલાશાહ મહારાજની પૂણ્યતિથિ નિમિતે આયોજન
ગીર સોમનાથ, 30 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળમાં સ્વામી લીલાશાહ મહારાજની પૂણ્યતિથિ નિમિતે તા.2 ના રોજ સાંજે 4 કલાકે સ્વામી લીલાશાહ આશ્રમ, હુડકો સોસાયટી ખાતે સ્વામી લીલાશાહ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાશે. આ અવસરે કરવામાં આવતી ઉજવણીની સાથે આજના યુગમા 12 વર્ષ કે તેથી વધુ સમયથી માતા પિતા સાથે રહેતા સિંધી સમાજના પુત્ર અને પુત્રવધૂને સન્માનિત કરી અન્ય લોકોને પણ પ્રેરણા આપવામા આવશે. કાર્યક્રમની વિગત આપતા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ અને ઉપપ્રમુખ કેશુભાઈ ભંભાણીએ જણાવ્યું હતું જે આજના આધુનિક અને ઝડપી સમયમાં લગ્ન બાદ પુત્ર અને પુત્રવધૂ પોતાના માતાપિતાને ભૂલી અને અલગ રહેવાનું પસંદ કરે છે. ખાસ કરીને જ્યારે માતા પિતાને તેમના પરિવાર અને સંતાનોની આવા સમય જરૂર હોય છે ત્યારે આવનારી પેઢી અને અન્ય લોકોને સંદેશ પહોંચે અને પોતાના માતા પિતા સાથે જ તેઓ રહે તે અંગે જાગૃતતા વવાના પ્રયાસરૂપે આર્યોજન વામાં આવ્યું છે. જેમાં સિંધી સમાજના દંપતીઓ, વડીલો અને યુવાનો જોડાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ