
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : સમી તાલુકાના વેડ ગામ નજીક એલસીબીની ટીમે નાકાબંધી કરેલી હતી. પોલીસને બાતમી મળી હતી કે દારૂ ભરેલી કાર વેડથી બાસ્પા તરફ જતી છે. નાકાબંધી સમયે કારનો ચાલક યુ ટર્ન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વરસાદના કારણે ટાયર ફસાઈ ગયો.
ચાલક કાર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાધનપુર તાલુકાના સુરકા ગામના મહેશજી હેમતાજી ઠાકોરને બાવળોની ઝાડીમાંથી પકડી લેવામાં આવ્યો.
કારમાંથી રૂ.2,73,168 મૂલ્યના 1200 બોટલ પરપ્રાંતિય દારૂ મળી આવ્યા. દારૂ અને કાર બંને જપ્ત કરવામાં આવ્યા, અને ચાલકની અટકાયત કરીને સમી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ