
ગીર સોમનાથ, 31 ઓક્ટોબર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નાસતા ફરતા / લાલશાહી આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય,
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ. એસ.વી. રાજપુત નાઓની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ.કોન્સ પી.બી.મોરી, એલ.સી.બી.ના પોલીસ હેઙ.કોન્સ. કે.જે.પીઠીયા તથા પો.કોન્સ. આર.જે.બારડ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૫૧૨૯૪/૨૦૨૫ પ્રોહી એક્ટ ક.65(e),98(2),99,81 મુજબ ના કામે નીચે જણાવેલ નામ મુજબનો નાસતો ફરતો આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.- પકડેલ લાલશાહી નાસતો ફરતો આરોપીઓ :-
પ્રતીકભાઇ કરશનભાઇ સોલંકી ઉ.વ.-૨૩ રહે- વણાકબારા ભગતશેરી જોલાવાડી તા.જી.-દિવ
> કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
1 એસ.વી.રાજપુત, ઇ.ચા.પોલીસ ઇન્સ. એલ.સી.બી., ગીર સોમનાથ
2 એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એલ.સી.બી.,ગીર સોમનાથ
3 પ્રવીણભાઇ બાબુભાઇ મોરી પો.હેડ.કોન્સ. પેરોલ ફર્લો સ્કોડ ગીર સોમનાથ
4 કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા પો.હેડ.કોન્સ. એલ.સી.બી.,ગીર સોમનાથ
5 રવીરાજભાઇ જીતેન્દ્રભાઈ બારડ પો.કોન્સ. પેરોલ ફર્લો સ્કોડ ગીર સોમનાથ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ