રાષ્ટ્રીય એકતા દિવસે કેવડીયા ખાતે વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલિ અર્પણ
કેવડીયા/અમદાવાદ, 31 ઓકટોબર (હિ.સ.) : કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે વડાપ્રધાન મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર વલ્
રાષ્ટ્રીય એકતા દિવસે કેવડીયા ખાતે વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલિ અર્પણ


કેવડીયા/અમદાવાદ, 31 ઓકટોબર (હિ.સ.) : કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે વડાપ્રધાન મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો હોવાથી ભવ્ય કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું થયું છે, છતાં સુરક્ષા દળો અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા હતા.ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

સરદાર સ્મારકના દર્શન બાદ તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાન મોદી એકતા પરેડને નિહાળશે. પરેડ બાદ વડાપ્રધાન મોદી જવાનોને, સરદાર પટેલની 150મી જન્મ જયંતી અવસરે દેશવાસીઓને સંબોધન તેમજ 800થી વધારે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને સંબોધન કરશે.

શુક્રવારે ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન મોદી રોડ માર્ગે વડોદરાથી કેવડિયા પહોચ્યા હતા. કેવડિયા પહોંચીને વડાપ્રધાન મોદીએ 25 નવી ઈ-બસોને લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કર્યું હતું.ત્યારબાદ વડાપ્રધાન નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ-1 પર પહોંચ્યા, જ્યાંથી 1220 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના ₹150ના મૂલ્યના સ્મારક સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું.

વડાપ્રધાન મોદીના 8:15 વાગ્યાથી 10:30 સુધી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને દેશને સંબોધન પણ કરશે. એકતા પરેડ બાદ વડાપ્રધાન મોદી 10:45 વાગ્યે આરંભ 7.0ના સમાપનમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ 12:20 વાગ્યે કેવડિયાથી વડોદરા જશે અને 1:00 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande