પાટણ માર્કેટયાર્ડમાં ખેતપેદાશોની ખરીદીનો પ્રારંભ
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળી વેકેશન બાદ ગુરુવારે પાટણ માર્કેટયાર્ડમાં શુભ મુહૂર્તમાં ખેતપેદાશોની ખરીદી શરૂ થઇ હતી. પહેલા દિવસે સૌથી વધુ કપાસનો 7833 મણ જથ્થો આવ્યો, જેના ભાવ પ્રતિ મણ 1320થી 1511 રૂપિયા હતા. એરેંડાનો 1797 બોરી જથ્થો આવ્યો અને ભા
પાટણ માર્કેટયાર્ડમાં ખેતપેદાશોની ખરીદીનો પ્રારંભ


પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળી વેકેશન બાદ ગુરુવારે પાટણ માર્કેટયાર્ડમાં શુભ મુહૂર્તમાં ખેતપેદાશોની ખરીદી શરૂ થઇ હતી. પહેલા દિવસે સૌથી વધુ કપાસનો 7833 મણ જથ્થો આવ્યો, જેના ભાવ પ્રતિ મણ 1320થી 1511 રૂપિયા હતા. એરેંડાનો 1797 બોરી જથ્થો આવ્યો અને ભાવ પ્રતિ બોરી 1275થી 1318 રૂપિયા પડ્યા. અડદનો 1075 બોરી જથ્થો આવ્યો અને ભાવ પ્રતિ બોરી 700થી 1501 રૂપિયા રહ્યો.

નવા વર્ષની શરૂઆતમાં મગફળીની ખરીદી શરૂ થઈ અને પ્રથમ દિવસે જ 1188 બોરી મગફળીનો જથ્થો આવ્યો, જેમાં ભાવ પ્રતિ બોરી 850 થી 1101 રૂપિયા રહ્યા. એ ઉપરાંત રાયડો, અજમો, ઘઉં, બાજરી, રજકો વગેરે ખેતપેદાશોની પણ આવક થઈ, પરંતુ વરસાદી માહોલને કારણે આવકની માત્રા ઓછી રહી.

છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદના કારણે ખેડૂતોના કપાસના જથ્થાઓ રસ્તામાં બગડતા નહીં, એ માટે શનિવારે માત્ર કપાસની ખરીદી રોકી રાખવામાં આવી છે. હવામાન ખુલ્લું થતા ખરીદી ફરી શરૂ થશે, એવું સેક્રેટરી હરેશભાઈ પટેલે જણાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande