રાણકીવાવ જવાનો માર્ગ તૂટેલો, પર્યટકો અને સ્થાનિકોને મુશ્કેલી
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરની રાણકીવાવ જવાનો મુખ્ય માર્ગ તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકો અને પર્યટકોને ભારે તકલીફ પડી રહી છે. રાણકીવાવ પાટણની વિશ્વ વારસાગૃહિત ઐતિહાસિક સ્થાન છે અને દર વર્ષે દેશ-વિદેશના હજારો પર્યટકો અહીં આવે છે. સ્થાનિક ર
રાણકીવાવ જવાનો માર્ગ તૂટેલો, પર્યટકો અને સ્થાનિકોને મુશ્કેલી


પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરની રાણકીવાવ જવાનો મુખ્ય માર્ગ તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકો અને પર્યટકોને ભારે તકલીફ પડી રહી છે. રાણકીવાવ પાટણની વિશ્વ વારસાગૃહિત ઐતિહાસિક સ્થાન છે અને દર વર્ષે દેશ-વિદેશના હજારો પર્યટકો અહીં આવે છે.

સ્થાનિક રહીશો જણાવે છે કે આ માર્ગથી હારિજ અને યાત્રાધામ ટોટાણા માટે બસો પસાર થાય છે અને રાત્રિના સમયે અહીં અકસ્માત પણ થાય છે. ખરાબ માર્ગની સ્થિતિને કારણે પર્યટકોમાં પાટણની નકારાત્મક છબી ઊભી થાય છે.

સ્થાનિક લોકો અને સોસાયટીના રહીશો વિવિધ પક્ષના કોર્પોરેટરોને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સુધારણા કરવામાં આવી નથી. પર્યટકો અને સ્થાનિકો બંને હકીકતમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande