
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના અનાવાડા રોડ પર ધરતી પેટ્રોલ પંપ પાસે રીક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ત્યારે પેટ્રોલિંગમાં રહેલા પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારી વિક્રમ શંકરભાઈ નાવે માનવતાભર્યું કાર્ય કરતા એક ક્ષણનો પણ વિલંબ કર્યો ન હતો. ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ જોતા તેમણે પોતાના જ વાહનમાં બંનેને બેસાડી તરત હોસ્પિટલ તરફ રવાના કર્યા.
રસ્તામાં જ વિક્રમભાઈએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો. 108 ની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને પોલીસના વાહનમાંથી 108 એમ્બ્યુલન્સમાં ખસેડી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
પોલીસ કર્મચારી વિક્રમભાઈ શંકરભાઈ નાવની ત્વરિત અને માનવતાભરી કામગીરીના પરિણામે બંને ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકી અને તેમનો જીવ બચી ગયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ