આપએ ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને, પંજાબથી પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા
નવી દિલ્હી, ૦5 ઓક્ટોબર (હિ.સ) આમ આદમી પાર્ટી (આપ) એ પંજાબમાંથી રાજ્યસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને નામાંકિત કર્યા છે. આપની રાજકીય બાબતોની સમિતિ (પીએસી) દ્વારા, રવિવારે આ જાહેરાત કરવામાં આવી
આપ


નવી દિલ્હી, ૦5 ઓક્ટોબર (હિ.સ)

આમ આદમી પાર્ટી (આપ) એ પંજાબમાંથી

રાજ્યસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને નામાંકિત કર્યા છે. આપની રાજકીય

બાબતોની સમિતિ (પીએસી) દ્વારા, રવિવારે

આ જાહેરાત કરવામાં આવી હતી.

આપ ઉમેદવાર રાજિન્દર ગુપ્તા ટ્રાઇડેન્ટ ગ્રુપના અધ્યક્ષ છે.

તેમણે તાજેતરમાં બે મહત્વપૂર્ણ પદો પરથી રાજીનામું આપ્યું છે: રાજ્ય આર્થિક નીતિ

અને આયોજન બોર્ડના ઉપાધ્યક્ષ અને કાલી દેવી મંદિર સલાહકાર સમિતિના અધ્યક્ષ.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આ બેઠક આપના સંજીવ અરોડાના

રાજીનામાથી ખાલી પડી હતી. પંજાબ વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ, સંજય અરોડાએ

તાજેતરમાં સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. સંજીવ અરોડાનો કાર્યકાળ 9 એપ્રિલ, 2028 સુધીનો હતો.

જોકે, લુધિયાણા પશ્ચિમ

વિધાનસભા બેઠક જીત્યા બાદ,

તેમણે રાજ્યસભાના

સભ્યપદ પરથી રાજીનામું આપવું પડ્યું, જેના કારણે આ બેઠક ખાલી પડી.

ચૂંટણી પંચે આ બેઠક માટે 24 ઓક્ટોબરે મતદાનની જાહેરાત કરી છે. ચૂંટણી

પંચના સમયપત્રક મુજબ, 6 ઓક્ટોબરે

જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર રહેશે, જ્યારે

ઉમેદવારીપત્રો 16 ઓક્ટોબર સુધી

પાછા ખેંચી શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande