મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ખેડૂતોને, કેન્દ્ર સરકારની સહાય પૂરી પાડવામાં આવશે: અમિત શાહ
મુંબઈ,નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે, મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત ખેડૂતોને અહિલ્યાનગરમાં કેન્દ્ર સરકારની સહાયની ખાતરી આપતા તેમણે કહ્યું હતું કે,” રાજ્ય સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકારને ખેડૂત
શાહ


મુંબઈ,નવી દિલ્હી, 05 ઓક્ટોબર

(હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે, મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત ખેડૂતોને

અહિલ્યાનગરમાં કેન્દ્ર સરકારની સહાયની ખાતરી આપતા તેમણે કહ્યું હતું કે,” રાજ્ય

સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકારને ખેડૂતોના નુકસાનનો અહેવાલ સુપરત કરવો જોઈએ.”

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજે અહિલ્યાનગરના લોનીમાં, એક

સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં

ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે. 6૦ લાખ હેક્ટર જમીન પર પાક નાશ પામ્યો છે.

રાજ્યને 3,132 કરોડ રૂપિયા

આપવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક

એપ્રિલમાં આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને મદદ કરવા માટે પહેલ કરી

છે.અત્યાર સુધી 2.2૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, ગઈકાલે, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર મને મળ્યા હતા. આ ત્રણેયમાંથી

કોઈ રાજ્યના ઉદ્યોગપતિ નથી,

પરંતુ તેઓ

ઉદ્યોગપતિઓથી ઓછા નથી. મને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ચર્ચા ફક્ત

ખેડૂતોને સહાય પૂરી પાડવા વિશે હતી. મેં તેમની પાસેથી રિપોર્ટ માંગ્યો છે. મોદી

સરકાર તાત્કાલિક ખેડૂતોને મદદ કરશે,કોઈ સમય

બગાડવામાં આવશે નહીં.

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજે શિરડી, રાહતા અને

કોપરગાંવના પ્રવાસે હતા. તેમણે સવારે શિરડી સાંઈ બાબા મંદિરની, મુલાકાત લીધી અને

સાંઈ બાબાની સમાધિના દર્શન કર્યા. સમાધિના દર્શન કર્યા પછી, શાહે સાંઈ બાબાની

પાદ પૂજા કરી અને 'શિરડી માજા

પંઢરપુર'ની ટૂંકી આરતી પણ

કરી. દર્શન કર્યા પછી, શાહને સાંઈ બાબા

સંસ્થાન દ્વારા, શાલ અને સાંઈ બાબાની પ્રતિમાથી સન્માનિત કરવામાં આવ્યા.

દર્શન કર્યા પછી, શાહ,

ફડણવીસ અને બંને

નાયબ મુખ્યમંત્રીઓ, બધા મંત્રીઓ સાથે, લોની જવા રવાના

થયા. પ્રવરનગર ખાતે, વિખે પાટીલ સુગર ફેક્ટરીના વિસ્તરણ કાર્યનું ઉદ્ઘાટન કર્યા

બાદ અને લોની ખાતે પદ્મશ્રી વિઠ્ઠલરાવ વિખે અને પદ્મભૂષણ બાળાસાહેબ વિખે પાટીલની

પૂર્ણ લંબાઈની પ્રતિમાઓનું અનાવરણ કર્યા બાદ, તેમણે લોની બજારમાં એક જાહેર સભાને સંબોધી હતી.

આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય

પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય

પ્રધાન અજિત પવાર, કેન્દ્રીય સહકાર

રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલ, જળ સંસાધન પ્રધાન અને પાલક પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ, જળ સંસાધન પ્રધાન

ગિરીશ મહાજન, મહેસૂલ પ્રધાન

ચંદ્રશેખર બાવનકુલે, પશુપાલન પ્રધાન

પંકજા મુંડે અને અન્ય અગ્રણીઓ હાજર હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande