નવી દિલ્હી, 5 ઓક્ટોબર (હિ.સ.) નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) તહેવારોની મોસમ
દરમિયાન એરલાઇન ફ્લાઇટ્સ અને મુસાફરોના ભાડા પર નજીકથી નજર રાખશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએને હવાઈ ભાડામાં વધારાના
કિસ્સામાં યોગ્ય પગલાં લેવા માટે અધિકૃત કર્યા છે. ડીજીસીએ એ એરલાઇન્સ સમક્ષ આ
મુદ્દો ઉઠાવ્યો છે અને તેમને તહેવારોની મોસમ માટે ફ્લાઇટ્સ વધારવા કહ્યું છે.
એરલાઇન્સે વધારાની ફ્લાઇટ્સ ઉમેરવાની જાણ કરી છે.
ઇન્ડિગો 42 ક્ષેત્રોમાં આશરે, 730 વધારાની ફ્લાઇટ્સ ચલાવી રહી છે.એર ઇન્ડિયા અને
એર ઇન્ડિયા એક્સપ્રેસ 20 ક્ષેત્રોમાં
આશરે 486 વધારાની
ફ્લાઇટ્સ ચલાવી રહી છે, અને સ્પાઇસજેટ 38 ક્ષેત્રોમાં
આશરે 546 વધારાની
ફ્લાઇટ્સ ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ