જમ્મુ, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.)
જમ્મુ અને કાશ્મીરમાં હવામાનની ગંભીર ચેતવણીને ધ્યાનમાં રાખીને, વૈષ્ણોદેવી
યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી
મુલતવી રાખવામાં આવશે અને 8 ઓક્ટોબરથી ફરી
શરૂ થશે. હવામાન વિભાગે નાગરિકોને વધારાની સાવધાની રાખવા અને સંભવિત પૂર અને પાણી
ભરાવાથી બચવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી છે.
વધુમાં, જમ્મુ અને કાશ્મીર સરકારે હવામાન વિભાગની ભારેથી અતિ ભારે
વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, 6 અને 7 ઓક્ટોબરે જમ્મુ વિભાગની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ
રાખવાનો આદેશ જારી કર્યો છે. વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત
કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ નિયામક ડૉ. નસીમ જવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે,” આ
આદેશ જમ્મુ વિભાગની તમામ શાળાઓને લાગુ પડશે. તે મુજબ, 6 અને 7 ઓક્ટોબરે કોઈ
શાળા ખુલશે નહીં.”
જમ્મુમાં હવામાન વિભાગે, નાગરિકોને વધારાની સાવધાની રાખવા
અને સંભવિત પૂર અને પાણી ભરાવાથી બચવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી છે. હવામાન
વિભાગે જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. વિભાગની આગાહી મુજબ, આગામી થોડા દિવસો
સુધી હવામાન અસ્થિર રહેવાની ધારણા છે.
શનિવારે જાહેર કરાયેલી આગાહીમાં, હવામાન વિભાગે
જણાવ્યું હતું કે,” 5 થી 7 ઓક્ટોબર સુધી, જમ્મુ અને
કાશ્મીરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં મોટાભાગના સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ, વાવાઝોડા અને
જોરદાર પવન ફૂંકાશે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો થી મધ્યમ હિમવર્ષા પણ શક્ય છે.”
“જમ્મુ વિભાગના કેટલાક સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદ અને 6 ઓક્ટોબરના રોજ
કાશ્મીર વિભાગના અલગ અલગ સ્થળોએ મધ્યમ થી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી
છે. 8 ઓક્ટોબરના રોજ
અલગ અલગ સ્થળોએ હળવો વરસાદ થવાની ધારણા છે, જ્યારે 9 થી 14 ઓક્ટોબર દરમિયાન સામાન્ય રીતે શુષ્ક હવામાન રહેવાની ધારણા
છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ