નવી દિલ્હી, ૦5 ઓક્ટોબર (હિ.સ.)
દેશમાં વધતી જતી આર્થિક અસમાનતાનો દાવો કરતા, કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે, તે અમુક
પસંદગીના લોકોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત કરી રહી છે.જે લોકશાહીના મૂળ
પર સીધી અસર કરી રહી છે.
પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એક એક્સ-પોસ્ટમાં
જણાવ્યું હતું કે,” જ્યારે લાખો ભારતીયો તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે
સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે દેશની
અડધી સંપત્તિ ફક્ત 1,687 લોકોના હાથમાં
કેન્દ્રિત છે. સત્તા-વહેંચણી જોડાણો થોડા ઉદ્યોગપતિઓને સતત ધનવાન બનવાની મંજૂરી
આપી રહ્યા છે, જ્યારે દેશના
અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા એમએસએમઈક્ષેત્ર પર અભૂતપૂર્વ દબાણ છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે,’ સામાન્ય લોકો માટે કમાણીની તકો
ઘટી રહી છે, ફુગાવો અને
દેવાનો બોજ વધી રહ્યો છે,
જ્યારે શિક્ષણ, આરોગ્ય અને
સામાજિક સુરક્ષા યોજનાઓમાં રોકાણ સતત ઘટી રહ્યું છે.’ તેમણે મનરેગામાં વેતન સંકટ
અને કામદારોને સમયસર ચુકવણીનો અભાવ, આ અસમાન નીતિના ઉદાહરણો તરીકે ટાંક્યા.
રમેશે કહ્યું કે,’ જો આ વલણ ચાલુ રહેશે, તો ભારત એવા
દેશોની હરોળમાં જોડાશે જ્યાં આર્થિક અસમાનતા અને નબળી લોકશાહી સંસ્થાઓ રાજકીય
અરાજકતા પેદા કરે છે.’
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ