નવી દિલ્હી, 5 ઓક્ટોબર (હિ.સ.) દાર્જિલિંગ પુલ દુર્ઘટનામાં થયેલ જાનહાનિ
પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દાર્જિલિંગ પુલ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી
હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી
સંવેદનાઓ. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,” ભારે વરસાદ અને ભૂસ્ખલનને
પગલે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોની, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી
રહી છે. તેમણે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાયની ખાતરી આપી.”
ઉલ્લેખનીય છે કે, સતત ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળમાં
સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. દાર્જિલિંગ જિલ્લામાં ભૂસ્ખલન અને પુલ તૂટી પડવાથી
અનેક લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે બે ગુમ છે. પ્રદેશના મિરિક અને સુખિયા વિસ્તારોમાં,
ભૂસ્ખલનથી પણ અનેક લોકોના મોત થયા છે. અકસ્માત બાદ, દાર્જિલિંગ જિલ્લા પોલીસ અને ડિઝાસ્ટર
મેનેજમેન્ટ ટીમ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. દરમિયાન, કાલિમપોંગમાં હજી
પણ પરિસ્થિતિ ગંભીર બનેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / વૃષાલી સુરેન્દ્ર /
સુનીલ કુમાર સક્સેના / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ