પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામા જુગારની મોસમ ખીલી હોય તેમ બે સ્થળોએથી જુગાર ઝડપાયો હતો રાણાવાવ તાલુકના વાડોત્રા ગામે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ગિરીશ જીવા કટારા, પુંજા કારા કટારા, દેવરાજ પોલા કટારા, મગન મહોન પટેલ અને કેશવ અરસી કોરીયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.12,380નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે કુતિયાણા તાલુકાના માલ ગામે બાવળની કાંટમા ચાલતા જુગાર પર કુતિયાણા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કેશુ નાગાજણ ઓડેદરા,ભરત વિરા હેરમા, રાજુ રામદે રાતીયા,કેશુ બાલુ પરમાર અને હરસુખ જરામ ઘેવરીયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.11,760નો મુદામાલ કબ્જે કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya