સરથાણામાં યુવકને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ 13 હજાર પડાવ્યા
સુરત, 8 ઓક્ટોબર (હિ.સ.): શહેરના સરથાણા વિસ્તારમાં રહેતો યુવક એક યુવતીને મળવા માટે ગયો હતો. જ્યાં યુવતીએ તેના મળતીયાઓ સાથે મળીને યુવકને માર મારી રૂપિયા 1,00,000 ની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકીઓ આપી ત
honey trap


સુરત, 8 ઓક્ટોબર (હિ.સ.): શહેરના સરથાણા વિસ્તારમાં રહેતો યુવક એક યુવતીને મળવા માટે ગયો હતો. જ્યાં યુવતીએ તેના મળતીયાઓ સાથે મળીને યુવકને માર મારી રૂપિયા 1,00,000 ની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકીઓ આપી તેમની પાસેથી બળજબરી થી રૂપિયા 12,800 પચાવી પાડી હતી અને તેને હનીટ્રેપમાં ફસાવી દેવાની ધાક ધમકીઓ આપી હતી. જેથી આખરે આ મામલે ભોગ બનનાર યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં રહેતા યુવકને મળવા માટે શીતલ નામની યુવતીએ સરથાણા વિસ્તારમાં બે મહિના પહેલા બોલાવ્યો હતો. યુવક તેને મળવા ગયો ત્યારે યુવતીએ તેની સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ ત્યાં માર્મિક, તથા ક્રિશ જીતેન્દ્રભાઈ ભુવા અને અજાણ્યો એ ઈસમ તેની પાસે આવી ગયા હતા. આ તમામ લોકોએ ભેગા મળી યુવકનો અપહરણ કરીને તેને લઈ ગયા હતા અને એલ ફેલ ગાળો આપી માર માર્યો હતો. એટલું જ નહીં તું એક લાખ રૂપિયા મંગાવ નહીતર તને બળાત્કારના ગુનામાં સંડોવી દઈશ તેવી ધમકીઓ આપી બળજબરીથી તેમની પાસેથી રૂપિયા 12,800 પચાવી પાડ્યા હતા અને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. જેથી આખરે બાદમાં બનનાર યુવકે આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શીતલ તથા માર્મિક, ક્રિશ જીતેન્દ્રભાઈ ભુવા અને અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ આરોપીઓ સામે સરથાણા પોલીસ મથકમાં પણ હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ ચુકી છે. આજે આજ આરોપીઓ સામે બીજો ગુનો નોંધાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande