કાપોદ્રામાં કિશોરીનું અપહરણ કરી મિત્રતા રાખવા દબાણ કરી ચપ્પુના બે ઘા ઝીંકી દીધા
સુરત, 8 ઓક્ટોબર (હિ.સ.): દિન પ્રતિદિન સુરત શહેરમાં ગંભીર ગુનાઓ વધી રહ્યા છે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં પણ એક તરફી પ્રેમમાં પાગલ ય
Rape


સુરત, 8 ઓક્ટોબર (હિ.સ.): દિન પ્રતિદિન સુરત શહેરમાં ગંભીર ગુનાઓ વધી રહ્યા છે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં પણ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાને અને તેની માતાને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ ઘટનાઓ હજુ લોકોના માનસપટ પરથી ગઈ નથી ત્યાં જ શહેરમાં અનેક ઘટનાઓ લાલબત્તી સમાન બની રહી છે.

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક કિશોરી સ્કૂલમાં અભ્યાસ માટે જતી હતી ત્યારે તેની સ્કૂલની બાજુમાં રામકૃપા સોસાયટીમાં રહેતો ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હડેતરા નામનો યુવક દરરોજ સ્કૂલની બહાર પહોંચી જતો હતો અને કિશોરીનો પીછો કરતો હતો. શરૂઆતમાં કિશોરીએ તેની સાથે વાતચીત કરી હતી પરંતુ બાદમાં ચેતન ઉર્ફે કાનોનું વર્તન યોગ્ય નહીં લાગતા કિશોરીએ તેની સાથે મિત્રતા રાખવાની ના પાડી દીધી. જો કે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ચેતન ઉર્ફે કાનોએ કિશોરીને તેની સાથે મિત્રતાના સંબંધ રાખવા અને પ્રેમ સંબંધ રાખવા માટે ધમકી આપી દબાણ કરતો હતો. પરંતુ તેમ છતાં પણ કિશોરી તેના તાબે થઈ ન હતી. આ દરમિયાન તારીખ 7-10-2025 ના રોજ સવારે 10:30 થી બપોરે 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન કિશોરી સ્કૂલમાંથી છૂટી હતી ત્યારે ચેતન ઉર્ફે કાનાએ તેણીનું અપરણ કરી લીધું હતું અને તેને ધાક ધમકી આપી ડરાવવા માટે પોતાની પાસેનું ચપ્પુ કાઢી કિશોરીના જમણા હાથના કાંડા ઉપર ઇજા પહોંચાડી હતી એટલું જ નહીં પરંતુ કિશોરીના ગળા પર પણ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. જેથી આખરે કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ કિશોરીઓ સઘળી હકીકત માતા-પિતાને જણાવતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતન ઉર્ફે કાનો સામે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande