યોગી ચોકના ઇલેક્ટ્રિક વેપારીના ખાતામાંથી 4.09 લાખ ઉપડી ગયા
સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) શહેરના યોગીચોક વિસ્તારમાં રહેતો અને ઈલેક્ટ્રિકલનું કામ કરતો યુવક થોડા દિવસ અગાઉ પોતાના ઘરે હતો ત્યારે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જો કે ત્યારબાદ અચાનક ઓટીપી આવવા લાગતા યુવકે પોતાના મોબાઈલ બંધ કરી દીધો હતો. બીજા દિવસે
યોગી ચોકના ઇલેક્ટ્રિક વેપારીના ખાતામાંથી 4.09 લાખ ઉપડી ગયા


સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) શહેરના યોગીચોક વિસ્તારમાં રહેતો અને ઈલેક્ટ્રિકલનું કામ કરતો યુવક થોડા દિવસ અગાઉ પોતાના ઘરે હતો ત્યારે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જો કે ત્યારબાદ અચાનક ઓટીપી આવવા લાગતા યુવકે પોતાના મોબાઈલ બંધ કરી દીધો હતો. બીજા દિવસે તેમને મોબાઈલ ચાલુ કરતા થયું ન હતું. જોકે બાદમાં કંપનીમાંથી તેઓએ સીમકાર્ડ ચાલુ કરાવ્યું હતું. થોડા દિવસ બાદ તેઓ શોપિંગ કરવા માટે ગયો ત્યારે બિલ ચૂકવતી વખતે તેમનો ખાતામાં એક પણ રૂપિયાન ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આખરે તેમણ બેંક ખાતામાં તપાસ કરાવતા અલગ અલગ સમયે તેમના ખાતામાંથી કુલ રૂપિયા 4,09,000 ઉપડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આખરે ભોગ બનનાર યુવક કે આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની અને સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલી યોગીનગર વિભાગ બે માં રહેતા નરેશભાઈ ગોવિંદભાઈ તળાવિયા ઇલક્ટ્રીક નો કામકાજ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. ગત 8/9/2025 ના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો તેમના પર ફોન આવ્યો હતો. જોકે તે ફોન આવ્યા બાદ તેમનો મોબાઈલ નું નેટવર્ક ચાલ્યો ગયો હતો અને બાદમાં અચાનક જ ઉપરા છાપરી ઓટીપી આવવા લાગ્યા હતા. જેથી નરેશભાઈએ પોતાના મોબાઈલ બંધ કરી દીધો હતો. જોકે બીજા દિવસે સવારે 9/9/2025 ના રોજ સવારે ઊઠીને પોતાના ફોન ચેક કરતા નેટવર્ક આવતું ના હોવાથી તેઓ જીઓ કસ્ટમર કેરમાં ગયા હતા. ત્યાંથી પોતાનું સીમકાર્ડ ચાલુ કરાવ્યું હતું. જોકે ત્યારબાદ તેઓ 13/9/2025 ના રોજ કપડાની ખરીદી કરવા માટે યોગીચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં ગયા હતા. જ્યાંથી તેઓએ કપડાં ખરીદી કર્યા બાદ ગૂગલ પે પરથી પૈસા ચૂકવવા માટે કોશિશ કરતા તેમના બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ઝીરો બતાવ્યું હતું. જેથી તેઓએ તાત્કાલિક એસબીઆઇ બેન્ક પર પહોંચ્યા હતા. જ્યાં તેમને માલુમ પડ્યું હતું કે 2/9/2025 ના રોજ તેમના ખાતામાંથી 4,900 તથા 6/9/2025 ના રોજ ખાતામાંથી 8900 તથા 7/9/2025 ના રોજ 87,999 તથા 9/9/2025 ના રોજ 87,000 અને 4999 ઉપડી ગયા હતા. આ ઉપરાંત તેમના આઇડીબીઆઇ બેન્કના ખાતામાંથી 2/9/2025 ના રોજ 7499 અને 14,998 તથા 6/9/2025 ના રોજ 45,127 અને બાદમાં છેલ્લે રૂપિયો એક મળી કુલ રૂપિયા 4,09,000 તેમના ખાતામાંથી કપાઈ ગયા હતા. જેથી તેઓએ સાઇબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવ્યા બાદ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande